VIDEO: રામોલમાં શ્રમિકોનો ભોગ લેનારી ગેરકાયદે ફેક્ટરી તોડી પડાઈ
અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના મામલે પોલીસ દ્વારા ત

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ ચકચારી ઘટનામાં પોલીસે ત્રણેય મુખ્ય આરોપીઓ રમીલા ડોડીયા, સાદિક સૈયદ અને મેહુલ ડોડિયાની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ તંત્ર દ્વારા બ્લાસ્ટ વાળા ફેક્ટરીના સ્થળ પર તત્કાલ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આખેઆખી ગેરકાયદે ફેક્ટરીને તોડી પડાઈ છે...તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ફેક્ટરીમાં કામ કરતો શ્રમિક પરિવાર ત્યાં જ રહેતો હતો. હાલમાં પોલીસ અને એફએસએલ સહિતના વિવિધ વિભાગો દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓના નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.



