VIDEO: રામોલમાં ભાજપના નેતાઓનો લોકોએ ઉધડો લીધો, પાંચ વર્ષ સુધી તો દેખાયા જ નહીં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પક્ષો પ્રચાર ક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પક્ષો પ્રચાર કરી રહ્યા છે, ત્યારે રામોલમાં ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓને રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ રીતસરનો નેતાજીનો ઉધડો લઈ લીધો હતો. સ્થાનિકોએ પાયાની સુવિધાઓ અંગે પ્રશ્ન કર્યા હતા. સ્થાનિકો અને ભાજપના નેતાઓ વચ્ચેનો કકળાટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં મહિલાઓએ પાયાની સુવિધા મામલે પ્રશ્નો કર્યા હતા.



