મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રામોલમાં રૂ. ૩૯ લાખની જૂની નોટો સાથે બે ઝડપાયા

અમદાવાદના રામોલ વિસ્તારમાંથી ૨૦૧૬ની નોટબંધીમાં રદ થયેલી રૂ. ૫૦૦ની નોટોનું મોટું નેટવર્ક પકડાય

અમદાવાદના રામોલ વિસ્તારમાંથી ૨૦૧૬ની નોટબંધીમાં રદ થયેલી રૂ. ૫૦૦ની નોટોનું મોટું નેટવર્ક પકડાયું છે. રામોલ પોલીસે બાતમીના આધારે મુંબઈથી આવેલા ભરતસિંહ મહિડા અને મેરાજુદીન ખાન નામના બે શખ્સોને રૂ. ૩૯ લાખની જૂની નોટો સાથે ઝડપી પાડ્યા છે. આ નોટો મહારાષ્ટ્રના જલગાંવથી લાવી ગાંધીનગરના શૈલેષ પટેલ નામના વ્યક્તિને પહોંચાડવાની હતી, જેના બદલામાં આરોપીઓને ૨ થી ૩ ટકા કમિશન મળવાનું હતું. પોલીસે ૭,૮૦૦ જેટલી નોટો જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. આ રદ થયેલી નોટો કયા હેતુ માટે વટાવવામાં આવનાર હતી અને આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે, તે જાણવા પોલીસે સૂત્રધારોની શોધખોળ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો