મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : Ahmedabad વટવામાં હત્યાની તપાસમાં ખૂલ્યું નકલી નોટોનું કારખાનું

અમદાવાદના વટવા વિસ્તારમાં થયેલા હત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે. સતે

અમદાવાદના વટવા વિસ્તારમાં થયેલા હત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો છે. સતેજ હોમ્સમાં થયેલી ઇમરાન સિંધાની હત્યાની તપાસમાં ભાડાના મકાનમાં નકલી નોટો બનાવવાનું કારખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે. રસોઈમાં જીવાત પડવાના મુદ્દે થયેલા ઝગડામાં ઇમરાનની હત્યા કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ઇમરાન પોતે જ આ નકલી નોટોના રેકેટનો માસ્ટરમાઈન્ડ હતો અને અન્ય આરોપીઓને નોકરીએ રાખી છેલ્લા ત્રણ મહિનાથી નકલી નોટો છપાવતો હતો. પોલીસને સ્થળ પરથી લેઝર પ્રિન્ટર, વોટરમાર્ક અને સિક્યુરિટી થ્રેડ સહિતનો મુદ્દામાલ મળ્યો છે. કેસમાં સગીર સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો