મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 15 ટકા ફી વધારાના વિરોધમાં ABVPદ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન, કુલપતિ પર ઉછાળી 500ના દરની નકલી નોટો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેલ્

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં કરવામાં આવેલા 15 ટકા ફી વધારાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એબીવીપીના કાર્યકરોએ કુલપતિ પર 500ના દરની નકલી નોટો ઉછાળીને ફી વધારો પરત ખેંચવાની માંગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. જે દરમિયાન કુલપતિએ વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા કહેતા વાતાવરણ વધુ ગરમાયું હતું.

આ મામલે કુલપતિ કે.સી. પોરીયાએ સ્પષ્ટતા કરી હતી કે આ એડહોક ફી વધારો એફઆરસી અને BOM દ્વારા વર્ષ 2012 પછી નિયમાનુસાર મંજૂર કરવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થી સંગઠને ચીમકી ઉચ્ચારી છે કે જો આ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં યુનિવર્સિટીને તાળાબંધી કરી કુલપતિનો ઘેરાવો કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો