મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાણકી વાવ ખાતે તકતીમાં ભુલને લઈ ધારાસભ્યોનો પત્ર.

પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવ ખાતે લાગેલી હિન્

પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવ ખાતે લાગેલી હિન્દી માહિતી તકતીમાં રહેલી ઐતિહાસિક ભૂલ સુધારવા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ડાયરેક્ટર જનરલને પત્ર લખ્યો છે. આ તકતીમાં રાજા ભીમદેવ પ્રથમના પિતા તરીકે મૂળરાજ પ્રથમનું નામ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે વાસ્તવમાં તેઓ મૂળરાજના વંશજ હતા. રસપ્રદ વાત એ છે કે ગુજરાતી અને અંગ્રેજી તકતીઓમાં માહિતી સાચી છે. પરંતુ માત્ર હિન્દી તકતીમાં જ આ ભૂલ હોવાથી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓમાં ખોટો ઇતિહાસ જઈ રહ્યો છે. ધારાસભ્યએ ઇતિહાસની આ ગંભીર ગેરસમજ દૂર કરવા ત્વરિત સુધારાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો