મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ AMC ખાતે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: રામોલ ફેક્ટરી બ્લાસ્ટ મામલે ન્યાયની માંગ

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ

તસવીર: gstv

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટની દુર્ઘટનાને પગલે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા આ સમગ્ર કમકમાટીભરી ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની અને બેદરકાર જવાબદારો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ગંભીર મામલે રજૂઆત કરવા અને ન્યાયની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને એક સત્તાવાર આવેદનપત્ર પણ સોંપવામાં આવશે. જનતાની સુરક્ષા સામે ઊભા થયેલા આ સવાલોને લઈને તંત્ર તાત્કાલિક જાગે તેવી માંગ સાથે કોંગ્રેસે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

આ સમાચાર શેર કરો