VIDEO: રામોલની ફટાકડા ફેક્ટરીના બ્લાસ્ટમાં વધુ એક વ્યક્તિનું મોત
અમદાવાદના રામોલમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં વધુ એક વ્યક્તિનું મોત

અમદાવાદના રામોલમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં વધુ એક વ્યક્તિનું મોત થયુ છે. આ સાથે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયો છે. જ્યારે 9 લોકો હજુ સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયુ છે. બે દિવસ પહેલા 18 જુલાઈએ રામોલમાં ગતરાડ રોડ પાસે RAF હેડક્વાર્ટર પાછળ ખેતરમાં ચાલતી 'ન્યુ ગુજરાત ફાયર વર્કસમાં પ્રચંડ ધડાકો થયો હતો.. રામોલ પોલીસે ફેક્ટરી માલિક મેહુલ ડોડીયા સહિત 3ની ધરપકડ કરી છે.



