મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Rakshabandhan: જાણો આ વખતે કઈ રાખડીઓનો ટ્રેન્ડ વધારે છે, ભાભી માટેની રાખડીઓની પણ માગ

રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમા અવનવી રાખડી જોવા મળે

રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે  દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમા અવનવી રાખડી જોવા મળે  છે. જો કે આ વખતે મોંઘવારીને પગલે રાખડી ના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે.

રક્ષાબંધનના તહેવારને લઈને બહેનો માટે  વિવિધ પ્રકારની રાખડીઓ બજારમાં આવી ગઈ છે. અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાં આવેલી ટંકશાળ બજાર રાખડીઓની ખરીદી માટે જાણીતી છે. વર્ષો જૂની આ બજારમાં અવનવી રાખડીઓ સાથે રાખડી બનાવવાની સામગ્રી પણ મળી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાંથી અહીં રાખડીઓની ખરીદી માટે લોકો આવે છે.

ત્યારે આ વખતે  ડાયમંડવાળી રાખડી, રુદ્રાક્ષ વાળી રાખડી, સ્ટોન વાળી રાખડી,ભગવાનની પ્રતિકૃતિવાળી મેટલની રાખડી, બ્રેસલેટ રાખડીઓ જેવી રાખડીઓની ડિમાન્ડ છે. ત્યારે ભાભીને લુંબા રાખડી બાંધવામાં આવે છે ત્યારે લુંબા રાખડીમાં ઘડિયાળ સ્ટાઈલની રાખડીની માગ છે. તો બાળકો માટે લાઈટિંગવાળી  રાખડી, છોટા ભીમ, ડોરેમોન જેવા વિવિધ કાર્ટુનોવાળી રાખડીની માંગ છે. 

આ વખતે મોધવારીની અસર રાખડી પર પણ જોવા મળી છે રાખડીના ભાવમા 10થી 15 ટકા જેટલો વધારો થયો છે. રાખડીનું રો મટીરીયલ મોંઘુ બનતા રાખડીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 

આ સમાચાર શેર કરો