મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujaratમાં આગામી 7 દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

IMD predicted heavy rain is likely in Gujarat over next seven days | ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘમહેર થઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે

Gujaratમાં આગામી 7 દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘમહેર થઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 23 જુલાઈથી 29 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. આજે છોટા ઉદેપુર, તાપી, નર્મદા, વલસાડ, નવસારી અને ડાંગમાં ભારે વરસાદ સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટીની આગાહી કરી છે. 26 જુલાઈથી વરસાદનું જોર વધશે. ત્યાર બાદ 27 અને 28 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી છે. 

આ સમાચાર શેર કરો