Ahmedabad: બોપલમાંથી ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો, 5-6 દિવસ પહેલાનો હોવાની શક્યતા
અમદાવાદના બોપલ વિસ્તારમાં ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવ્યો છે. બોપલના સંસ્કારધામ નજ

અમદાવાદના બોપલ વિસ્તારમાં ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવ્યો છે. બોપલના સંસ્કારધામ નજીક એક ઝાડ પર આ મૃતદેહ લટકતો હતો. મૃતકની ઓળખ રીવેરા કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિક તરીકે થઈ છે. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, મૃતદેહ 5-6 દિવસ જૂનો હોઈ શકે છે. બોપલ પોલીસે મૃતદેહને કબ્જે કરી, પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને ઘટનાની તપાસ હાથ ધરી છે.
બોપલના સંસ્કારધામ વિસ્તારમાં આવેલા ઝાડ પર લટકતો મૃતદેહ જોવા મળતાં આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી, જે બાદ બોપલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક રીવેરા કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિક તરીકે કામ કરતો હતો. મૃતદેહની હાલત જોતાં એવું અનુમાન લગાવવામાં આવે છે કે મૃત્યુ 5-6 દિવસ પહેલાં થયું હશે.
બોપલ પોલીસે મૃતદેહને કબ્જે કરી, ઓળખ અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે. આ ઘટના આત્મહત્યા છે કે હત્યા, તેની શક્યતાઓની તપાસ કરવામાં આવી રહી છે.






