Rajkotની દીકરીએ વર્લ્ડ એથ્લેટિક્સ 400 મીટર દોડમાં મેળવ્યો સિલ્વર મેડલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એથલિટ દેવયાનીબા ઝાલાએ ઓરિસ્સાના ભુનેશ્વરીમાં યોજાયેલા વર્લ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એથલિટ દેવયાનીબા ઝાલાએ ઓરિસ્સાના ભુનેશ્વરીમાં યોજાયેલા વર્લ્ડ એથ્લેટિક્સ 400 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. આ વર્લ્ડ એથ્લેટિક્સ ગેમમાં 22 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
મધ્યમ વર્ગીય દીકરી દેવયાનીબા ઝાલાએ દેશભરમાં રાજકોટનું નામ રોશન કર્યું છે. નોંધનીય છે કે, દેવ્યાનીબા ઝાલા જર્મનીમાં વર્લ્ડ યુનિવર્સીટી ગેમ્સમાં ક્વોલિફાઇ થયા હોવા છતાં ભુવનેશ્વરી કીટ યુનિવર્સિટીની ભૂલના કારણે ભાગ લઈ શક્યા ન હતા. પરંતુ તેણે હિંમત ન હારી અને વર્લ્ડ એથ્લેટિક્સ 400 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.



