VIDEO: Suratમાં તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા, જાહેરમાં યુવકની હત્યા થતાં લોકોમાં ભયનો માહોલ
સુરતના લિંબાયત વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે. લિંબાયતના આસ્તિક નગર ખાતે અરુણ નામના યુવકની અજાણ્યા શખ્સોએ
સુરતના લિંબાયત વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે. લિંબાયતના આસ્તિક નગર ખાતે અરુણ નામના યુવકની અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી. બનાવની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. હાલ હત્યા પાછળના કારણો બહાર આવ્યા નથી. આ બનાવને કારણે સ્થાનિકોમાં ભય અને તંગદિલીનું વાતાવરણ છવાયું છે. હાલ સમગ્ર હત્યાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.




