VIDEO: રાજકોટમાં 1.36 કરોડની ઉચાપત મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન કિરીટ પાઠક સહિત 3ને જેલની સજા
શિક્ષણ સમિતિના 20 વર્ષ જૂના 1.36 કરોડ

શિક્ષણ સમિતિના 20 વર્ષ જૂના 1.36 કરોડના ઉચાપત કેસમાં આજે ચુકાદો આવ્યો છે અને રાજકોટ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.મળતા અહેવાલ પ્રમાણે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપ નેતા કિરીટ પાઠક સહિત પૂર્વ શાસનાધિકારી બલભદ્ર વ્યાસને ૨-૨ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ જગદીશચંદ્ર દવેને ૪ વર્ષની જેલની સજા કોર્ટે ફટકારી છે.
કોરા ચેકનો દુરુપયોગ કરી સરકારી નાણાં અંગત સ્વાર્થ માટે વાપર્યા
શિક્ષણ સમિતીના તત્કાલીન શાસકોએ કોરા ચેકનો દુરુપયોગ કર્યો હતો. તત્કાલિન શાસકોએ સરકારી નાણાં અંગત સ્વાર્થ માટે વાપર્યા હોવાનું કોર્ટમાં પુરવાર થયું છે. ત્યાર બાદ આ મામલે કોર્ટે ચુકાદો આપ્યો છે, ઉલ્લેખનીય છે કે આ કેસના અન્ય એક આરોપી ધર્મિષ્ઠાબેન પંડ્યા હજુ પણ પોલીસ પકડથી દૂર છે.








