મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટ જિલ્લા સહકારી બેંક ખેડૂતોને વગર વ્યાજે આપશે લોન, જાણો હેક્ટર દીઠ કેટલું મળશે ધિરાણ?

સમગ્ર રાજ્યમાં પડેલા માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા

સમગ્ર રાજ્યમાં પડેલા માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંકે ખેડૂતો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. બેંક દ્રારા "ખાસ કૃષિ લોન" યોજના જાહેર કરાઇ છે. જેમાં ખેડૂતોને ૧ વર્ષ માટે ૦ ટકા વ્યાજે ખાસ લોન આપવામાં આવશે. હેક્ટર દીઠ ૧૨૫૦૦ અને વધુમાં વધુ ૬૫૦૦૦ રૂપિયા સુધીની ખેડૂતોને લોન મળશે. 

 રાજકોટ-મોરબી જિલ્લાના સવા બે લાખ લોકોને મળશે લાભ 

રાજકોટ જિલ્લા સહકારી બેંકની આ જાહેરાત બાદ રાજકોટ અને મોરબી જિલ્લાના ૨,૨૫,૦૦૦ ખેડૂતોને લાભ મળશે. આ જાહેરાત બેંકના ચેરમેન જયેશ રાદડિયા દ્રારા કરાઇ છે ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનની ભરપાઇ અને રવિ પાકના વાવેતર માટે આ લોન ધરતીપુત્રો માટે અતિ મહત્ત્વની રહેશે. 

આ સમાચાર શેર કરો