VIDEO : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આતંક મચાવતી 'ચાવી' ગેંગ ઝડપાઈ, ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વેપારીઓ અને સિનિયર સિટિઝનોને નિશાન બનાવતી એક રીઢા તસ્કરોની ટોળક
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વેપારીઓ અને સિનિયર સિટિઝનોને નિશાન બનાવતી એક રીઢા તસ્કરોની ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધી છે. પોલીસે મૂળ ભાવનગરના ગારિયાધારના વતની વિકી સેખલીયા અને તેની સાથેના બે સગીરોની ધરપકડ કરી છે.આ ટોળકીની મોડેસ ઓપરેન્ડી ખૂબ જ ચાલાકીભરી હતી. મુખ્ય આરોપી વિકી બે સગીરોને સાથે રાખી વૃદ્ધ વેપારીઓને વાતોમાં વ્યસ્ત રાખતો અને કંઈક વસ્તુ લેવાના બહાને નજર ચૂકવી ગલ્લામાંથી રોકડ રકમ સેરવી લેતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકીએ રાજકોટમાં બે અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં મળી કુલ 8 જેટલી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે.



