મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ફાસ્ટફૂડના શોખીનો ચેતી જાજો, રાજકોટમાં Burger Kingમાંથી 1 માસથી એક્સપાયર દૂધ ઝડપાયું

રાજકોટના કાલાવડ રોડ સ્થિત ક્રિસ્ટલ મોલમાં આવેલી બર્ગર કિંગમાં મનપાની આરોગ્ય શાખાએ ચેકિંગ હાથ ધ

તસવીર: gstv

રાજકોટના કાલાવડ રોડ સ્થિત ક્રિસ્ટલ મોલમાં આવેલી બર્ગર કિંગમાં મનપાની આરોગ્ય શાખાએ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન એક માસથી એક્સપાયર થયેલ 72 લિટર ટેટ્રા પેક દૂધ મળી આવતા અધિકારીઓએ તાત્કાલિક તેનો નાશ કર્યો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડાં થવાના આક્ષેપ વચ્ચે આરોગ્ય શાખાએ બર્ગર કિંગને રૂ.10 હજારનો દંડ ફટકારી નોટિસ પણ પાઠવી હતી. ઘટનાને લઈને શહેરમાં ચર્ચા જાગી છે. આ ઉપરાંત મનપાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ચેકિંગ કરી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કર્યા હતા.

આ સમાચાર શેર કરો