મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પટનામાં વરસાદે સર્જી તારાજી, વીજળીના થાંભલા પડી જતાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો

બિહારની રાજધાની પટનામાં અચાનક બદલાયેલા હવામાનને કારણે ભારે પવન અને ગા

બિહારની રાજધાની પટનામાં અચાનક બદલાયેલા હવામાનને કારણે ભારે પવન અને ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. શહેરમાં ફૂંકાયેલા જોરદાર વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વિશાળ વૃક્ષો ધરાશાયી થયા થયા જેના લીધે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને કેટલાય વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પટનાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અને વીજળીના થાંભલા પડી જવાથી કલાકો સુધી અંધારપટ છવાઈ ગયો હતો. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાઓ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી હવામાન વિભાગે હજુ પણ આગામી 24 કલાકમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. આ કુદરતી આફતને પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ હતું અને તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી

આ સમાચાર શેર કરો