મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ગુજરાતમાં 30 મેથી 4 જૂન સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની તાજેતરની

કાળઝાળ ગરમીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ,  રાજ્યમાં 30 મેથી 4 જૂન દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને 31 મેના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે 1 જૂને અમદાવાદમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. દેશમાં ભલે 90 ટકા વરસાદની શક્યતા હોય. પરંતુ ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, હાલ ચોમાસું આગળ વધવા માટેના પરિબળો સાનુકૂળ હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો