VIDEO: અમરેલીના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની જમાવટ, ચાર દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. લાઠી, દેવભૂમિ દેવળીયા, વડિયા સહિતના ગામ

અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. લાઠી, દેવભૂમિ દેવળીયા, વડિયા સહિતના ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
અમરેલીના લાઠી, દેવભૂમિ દેવળીયા, ચાંદગઢ, લાપાળિયા, સહિતનાં ગામોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો
સૌરાષ્ટ્રમાં આજે પણ વરસાદી માહોલ જામ્યો હતો. આજે બપોર બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ ગયા હતા.
15 જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે. 16 જૂનના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથ,જ્યારે 17 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી અને ભાવનગરમાં તેમજ 18 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.






