VIDEO: રાહુલ ગાંધીએ TRP અગ્નિકાંડના પીડિત પરિવારને આપ્યું આશ્વાસન, વીડિયો કોન્ફરન્સથી કરી વાત
રાજકોટના બહુચર્ચિત TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ બંધનું એલાન આપ્યું છે. આ પીડિતોને ન્

રાજકોટના બહુચર્ચિત TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ બંધનું એલાન આપ્યું છે. આ પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પણ તેમની વહારે આવ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ પીડિત પરિવારો સાથે વાતચીત કરીને આશ્વાસન આપ્યું હતું. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ શક્તિસિંહ ગોહિલ અને જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ પાસેથી વિગત મેળવી હતી.
TRP ગેમ્સ ઝોન અગ્નિ કાંડ મામલે હવે કોંગ્રેસના બંધના એલાનમાં હવે પીડિત પરિવારો પણ જોડાશે. પીડિત પરિવારના સદસ્યો બહુમાળી ભવન ચોકમાં એકત્ર થયા અને 25 મીએ રાજકોટ બંધના એલાનને લઈને રસ્તા પર પીડિત પરિવાર આવ્યા છે. જેમા જવાબદાર સામે કાર્યવાહી અને ન્યાયની માંગણી સાથે અલગ અલગ બેનરો સાથે પીડિત પરિવાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
TRP ગેમ્સ ઝોન અગ્નિ કાંડ મામલામાં કોંગ્રેસના બંધના એલાનમાં હવે પીડિત પરિવારો પણ જોડાશે. પીડિત પરિવારના સદસ્યો બહુમાળી ભવન ચોકમાં એકત્ર થયા હતા. 25મીએ રાજકોટ બંધના એલાનને લઈને પીડિત પરિવારના સભ્યો રસ્તા પર આવ્યા છે. જવાબદાર સામે કાર્યવાહી અને ન્યાયની માંગણી સાથે રાજકોટ બંધ સફળ બનાવવા લોકોને અપીલ કરી છે. અલગ અલગ બેનરો સાથે પીડિત પરિવાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. પરિવારોએ સીટ સમિતિ પર પણ સવાલો ઊભા કર્યા હતા. પીડિત પરિવારએ કહ્યું જવાબદાર મોટા અધિકારીઓ અને રાજકીય આગેવાનો પર કેમ કોઈ કાર્યવાહી નહીં.






