VIDEO: ખાનપુર તાલુકામાં રાત્રે વીજળી ગુલ થતાં લોકોમાં રોષ, વીજ કચેરીએ મધરાત્રે બોલાવી રામધૂન
રાજ્યના મહિસાગરમાં સરકારી તંત્રની લાલિયાવાડી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહી

રાજ્યના મહિસાગરમાં સરકારી તંત્રની લાલિયાવાડી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ બાકોર MGVCL ઓફીસની ઘોરબેદરકારી સામે આવી છે. રાત્રીના સમયે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજ પુરવઠો ખોરવાઈ જતા ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
વીજ પુરવઠો ખોરવાઈ જતા ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો
ગ્રામજનોએ એમજીવીસીએલ કચેરી ખાતે લોકોએ રામધૂન બોલાવી ધરણા પર બેઠા હતા.અધિકારીઓ દ્વારા ફોન ન ઉઠાવતા લોકો પણ આક્રોશમાં જોવા મળ્યો હતો.
લોકો રાત્રી દરમિયાન MGVCL ઓફિસે પહોંચ્યા
ખાનપુરના મદાપુર, નવાગામ, ઉડાવા, કાળાખેતરા, છાણી, મોરખાખરા જેવાં અંતરીયાળ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજળી ગુલ થતા લોકો રાત્રી દરમિયાન MGVCL ઓફિસે પહોંચ્યા હતા.






