મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર સિવિલમાં હડકાવાની રસી ખૂટી પડી, એક મહિનામાં 300થી વધુને રખડતા શ્વાન કરડ્યા

ગુજરાતના સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફરી હડકવાની રસી ખૂટી પડી છે. સુરેન્દ્રનગરમાં સરેરાશ 1 મહિનામાં 300થી

ગુજરાતના સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફરી હડકવાની રસી ખૂટી પડી છે. સુરેન્દ્રનગરમાં સરેરાશ 1 મહિનામાં 300થી વધુ લોકોને રખડતા શ્વાન કરડવાના બનાવો સામે આવી રહ્યા છે.

રસી લેવા દર્દીઓને રાજકોટ અને અમદાવાદ જવું પડે છે

હડકવાની રસી ખૂટી પડતા દર્દીઓને રસી લેવા દર્દીઓને રાજકોટ અને અમદાવાદ જવું પડી રહ્યું છે. ઘણા સમય પહેલા પણ હડકવાની રસી સિવિલમાં ખૂટી પડી હતી. ત્યારે પણ વિકટ સ્થિતિ સર્જાઈ હતી.

સુરેન્દ્રનગરમાં રખડતા શ્વાનોનો આંતક

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી હડકવાની રસી ખૂટી પડી છે.એક તરફ રખડતા શ્વાનોનો આંતક બીજી તરફ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં રસી ખૂટી પડી.તેવામાં તાત્કાલિક રસી ઉપલબ્ધ કરવા માંગ ઉઠી છે. 

આ સમાચાર શેર કરો