VIDEO: નવસારીમાં પૂર્ણાનદી ભયજનક સપાટી પર, અનેક વિસ્તારોમાં પાણી
નવસારી જિલ્લામાં સાર્વત્રિક અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પૂર્ણાનદી બે કાંઠે વહીને ભયજન

નવસારી જિલ્લામાં સાર્વત્રિક અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પૂર્ણાનદી બે કાંઠે વહીને ભયજનક સપાટી 24 ફૂટની નજીક પહોંચી ગઈ છે, જેનાથી તંત્રની ચિંતા વધી છે. શહેરના 15થી વધુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરીને અસરગ્રસ્તોને સુરક્ષિત શાળાઓ અને અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે તેમજ તેમના માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે અને અગાઉથી જ તમામ શાળાઓ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.




