VIDEO: નવસારીમાં મુશળધાર વરસાદ: નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી
નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયા

નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં કુલ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગત રાત્રે 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન માત્ર નવસારી શહેરમાં જ 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જલાલપોર તાલુકામાં પોણા ત્રણ ઇંચ જ્યારે ચીખલી તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ભારે વરસાદના કારણે વહેલી સવારે શહેર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે વરસાદનું જોર ઘટતા આશરે ત્રણ કલાક બાદ પાણી ઓસરી જતા લોકોને રાહત મળી હતી.




