VIDEO: નવસારીમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર, સ્ટેટ હાઈવે બંધ અને ઘરોમાં ઘૂસ્યા પાણી
ગુજરાતના વિવિધ ભાગો છેલ્લા ઘણાં દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે નવસારીમાં 6 ઈંચથી વધુ

ગુજરાતના વિવિધ ભાગો છેલ્લા ઘણાં દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે નવસારીમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યારે મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરાયો છે.
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી
નવસારીમાં ભારે વરસાદને લઈને પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. આ ઉપરાંત અડદા ગામમાં પાંચ લોકો ફસાઈ જતા ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. જ્યારે નદીઓની જળ સપાટીમાં વધારો થતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.






