VIDEO: સુરત જિલ્લા ભાજપમાં ઉમેદવારી વિતરણને લઈને વિરોધ વધુ તીવ્ર બન્યો, ભાજપ વિરુદ્ધ મતદાનની ચિમકી
સુરત જિલ્લા ભાજપમાં ઉમેદવારી વિતરણને લઈને વિરોધ વધુ તીવ્ર બન્યો છે. સ્થાનિક કાર્
સુરત જિલ્લા ભાજપમાં ઉમેદવારી વિતરણને લઈને વિરોધ વધુ તીવ્ર બન્યો છે. સ્થાનિક કાર્યકર્તાઓ અને પાયાના કામ કરનારાઓની અવગણના કરીને અનેક તાલુકાઓમાં બહારથી ઉમેદવારો પર ટિકિટ આપવામાં આવતા ભારે નારાજગી વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને કામરેજ 2 તાલુકા પંચાયત બેઠક પર ગીર ગઢડા રબારી સમાજના આયાતી ઉમેદવારને ટિકિટ આપવાથી હળપતિ સમાજમાં આક્રોશ છે.
આ બેઠક હળપતિ સમાજની માનીતી છે અને તેમના નિર્ણાયક મતો છે. સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હળપતિ સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓની બેઠક યોજાઈ, જેમાં સ્થાનિક હળપતિને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી. મંત્રી પ્રફુલ પાનસૂરિયાએ ઉમેદવારી નહીં કરાવવાનું વચન આપ્યા બાદ પણ આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કામરેજ 2 પર બહારના ઉમેદવારને લડાવવામાં આવશે તો તેઓ રાજીનામું આપી ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.








