VIDEO : દિલ્હીમાં ભાડામાં વધારાની માંગ સાથે ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
દેશની રાજધાની દિલ્હીમાં ઓટો અને ટેક્સીના ભાડામાં વધારો કરવા સહિતની
દેશની રાજધાની દિલ્હીમાં ઓટો અને ટેક્સીના ભાડામાં વધારો કરવા સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. દિલ્હીના તુઘલકાબાદ સ્થિત ઇનલેન્ડ કન્ટેનર ડેપો ખાતે મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટર્સ અને ચાલકો એકઠા થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તુઘલકાબાદ આઈસીડી ખાતેથી સામે આવેલા દ્રશ્યોમાં વિરોધ કરી રહેલા વાહન ચાલકો હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો લઈને ઊભેલા જોવા મળી રહ્યા છે. સીએનજી અને ઈંધણના સતત વધતા ભાવની સામે ભાડામાં લાંબા સમયથી સુધારો ન થતાં ટ્રાન્સપોર્ટર્સ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.


