મુખ્ય સામગ્રી પર જાઓ

Video: મોડાસામાં ભાવફેર મુદ્દે પશુપાલકો વિફર્યા, ઉગ્ર આંદોલનની ચિમકી

હિંમતનગરમાં સાબરડેરીના પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલા ભારે ઘર્ષણ બાદ ઉત્તર ગુજરાતના પશુપાલ

હિંમતનગરમાં સાબરડેરીના પશુપાલકો અને પોલીસ વચ્ચે થયેલા ભારે ઘર્ષણ બાદ ઉત્તર ગુજરાતના પશુપાલકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે મોડાસાના હફસાબાદ ગામમાં પશુપાલકોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. દૂધ મંડળી આગળ સભાસદોએ એકઠા થઈ પ્રદર્શન કર્યું હતું. 

ભાવફેર મામલે થયેલી હિંસા બાદ પશુપાલકો આકરા પાણીએ છે. પશુપાલકોએ જિલ્લાની અનેક દૂધ મંડળીઓમાં દૂધ લેવાનું બંધ કર્યું છે અને દૂધ ઢોળી દઈ પશુપાલકો વિરોધ કરી રહ્યા છે, ત્યારે મોડાસાના હફસાબાદ ગામમાં પશુપાલકોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. દૂધ મંડળી આગળ સભાસદોએ એકઠા થઈ પ્રદર્શન કર્યું હતું. જો પશુપાલકોની માગ નહિ સંતોષાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે. 
 

આ સમાચાર શેર કરો