Video: હળવદના ચરાવડા ગામે ભૂગર્ભ ગટર ન નંખાતા ઉગ્ર વિરોધ
મોરબી જિલ્લા સહિત સમગ્ર દેશની અંદર સ્વચ્છતા પર કેન્દ્ર અને રાજય સરકાર દ્વ
મોરબી જિલ્લા સહિત સમગ્ર દેશની અંદર સ્વચ્છતા પર કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ભાર મૂકીને ઘર ઘર શૌચાલય સહિતની યોજનાઓને અમલમાં મુકવામાં આવી છે અને જાહેરમાં ગંદકી ન થાય તેના માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરડવા ગામે ઉલ્ટી ગંગા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. વર્ષોથી આ ગામમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવી નથી. જેનો વિરોધ કરતા ચરાડવા ગામેથી મહિલાઓ સહિતના અંદાજે 250 થી વધુ લોકો મોરબી કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને “ભૂગર્ભ ગટર નહીં તો મત નહીં” આવા સૂત્રોચાર પણ કર્યા હતા.







