મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહી, નડતરરૂપ 40 જેટલા મકાનો પર ચાલ્યું બુલડોઝર

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ત્

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી રોડ લાઈન પર આવતી દુકાનો અને મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, 40 કરતા વધુ દુકાનો અને ઘરો પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. 

અડચણરૂપ 35 દુકાનો પર ચાલ્યું બુલડોઝર 

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રોડ લાઈનને નડતરરૂપ દુકાનો અને મકાનોના દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જેમાં પાલિકાની દબાણ શાખાની ટીમ ઉપરાંત અટલાદરા પોલીસ સાથે MGVCL નો સ્ટાફ, ટીડીઓ અને દબાણ અધિકારીની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ટીમ દ્વારા રસ્તામાં અડચણરૂપ 30 થી 35 દુકાનો અને 10 થી 12 મકાનો તોડી પાડવા માં આવ્યા હતા. દબાણ કામગીરી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. 

આ સમાચાર શેર કરો