VIDEO : 'રાષ્ટ્રપતિ ટ્રમ્પે દયા બતાવી,ઈરાન પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો' ; પીટ હેગસેથનું મોટું નિવેદન
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો અને તાજેતરના રાજકીય ફેરફારો વચ્ચે યુનાઇટેડ
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો અને તાજેતરના રાજકીય ફેરફારો વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સના સેક્રેટરી ઓફ વોર પીટ હેગસેથે એક અત્યંત મહત્વનું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. હેગસેથે દાવો કર્યો છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે ઈરાનનું અર્થતંત્ર મિનિટોમાં ઠપ્પ કરવાની તાકાત હતી, પરંતુ તેમણે 'દયા' પસંદ કરી હતી.
ઈરાન પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો
એક સત્તાવાર નિવેદનમાં હેગસેથે જણાવ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે ઈરાનના સમગ્ર અર્થતંત્રને ગણતરીની મિનિટોમાં પાયમાલ કરવાની શક્તિ હતી, પરંતુ તેમણે દયા બતાવવાનું નક્કી કર્યું. તેમણે તે લક્ષ્યોને નુકસાન પહોંચાડ્યું નહીં કારણ કે ઈરાને અત્યંત દબાણ હેઠળ યુદ્ધવિરામનો સ્વીકાર કરી લીધો.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ઈરાનમાં આવેલી નવી શાસન વ્યવસ્થાને સમજાયું હતું કે અમેરિકા સાથે સોદો કરવો એ તેમના નસીબમાં લખાયેલી વિનાશક સ્થિતિ કરતા ઘણો બહેતર છે.
પીટ હેગસેથે ઈરાનની વર્તમાન સ્થિતિ અને નવી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, આ નવા શાસને કદાચ તેમના પુરોગામીઓ (પહેલાના શાસકો) સાથે શું થયું હતું તે જોઈ લીધું છે. હેગસેથના મતે, અગાઉના શાસકોની ભૂલો અને તેના પરિણામોને જોઈને જ વર્તમાન સત્તાધીશોએ નમતું જોખ્યું છે અને અમેરિકાના દબાણ હેઠળ સમજૂતીની રાહ પકડી છે.
નિવેદનનું મહત્વ
પીટ હેગસેથનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં ભૌગોલિક-રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર 'પીસ થ્રુ સ્ટ્રેન્થ'ની નીતિમાં માને છે. હેગસેથે ભારપૂર્વક જણાવ્યું કે ઈરાન પર લાદવામાં આવેલું "અતિશય દબાણ" (Overwhelming Pressure) જ તેમને ટેબલ પર લાવવામાં સફળ રહ્યું છે.








