VIDEO: લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીની તૈયારી શરૂ, પરેડનું કરાયું રિહર્સલ
૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે. આ નિમિતે કે
૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવી રહ્યો છે. આ નિમિતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તેને અનુરૂપ સ્મરણાંજલી પાઠવશે. આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના એકતા પરેડમાં ભાગ લેશે.
આ પરેડનું આજે રિહર્સલ યોજાયું
તો આ પરેડનું આજે રિહર્સલ યોજાયું હતું. આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC સહિત કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે.
વડાપ્રધાનની ઉપસ્થિતિને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક
એકતા પરેડની રિહર્સલ કેવડિયામાં શરૂ કરવામાં આવી છે.દેશના અલગ અલગ રાજ્યોની પોલીસ અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ આ પરેડમાં હાજરી આપશે. આ પરેડમાં દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવશે. વડાપ્રધાનની ઉપસ્થિતિને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે.આ કાર્યક્રમને યાદગાર બનાવવા તમામ તૈયારીઓ પૂર્ણત્વે ચાલુ છે.





