મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 6 મહિનામાં જ દુધઈ-ખાટડી હાઈવે બેસી ગયો, એક કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું નિર્માણ

રાજ્યમા સંખ્યાબંધ તાલુકા અને જિલ્લાઓને જોડાતા માર્ગો વરસાદ પછી બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. ઘણી જગ્યાએ તો

રાજ્યમા સંખ્યાબંધ તાલુકા અને જિલ્લાઓને જોડાતા માર્ગો વરસાદ પછી બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. ઘણી જગ્યાએ તો ફકત ખાડાઓનું રાજ જોવા મળ્યું છે.  સુરેન્દ્રનગરના દુધઈથી ખાટડીનો મુખ્ય રોડ પણ ધોવાયો છે. આ રોડનું નિર્માણ છ મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું.

50 ટન વજની ડમ્પરો દોડતા હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ

એક કરોડના ખર્ચે રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કરોડોનો રોડ ઠેકઠેકાણે બેસી ગયો છે, રસ્તાના કેટલાક ભાગો પર મોટા ખાડા પડ્યા છે. ગ્રામજનોને અકસ્માત થવાનો સતત ભય સતાવી રહ્યો છે. રામકું કરપડા ગામના ગ્રામજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે આ માર્ગ પર 50 ટન વજની ડમ્પરો દોડતા હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

ગ્રામજનોએ સમગ્ર બાબતની જાણ રાજ્યના  માર્ગ અને મકાન વિભાગમાં કરી રજુઆત કરી છે. સાથે સાથે જે કોન્ટ્રાક્ટરના આ ડમ્પરો ચાલી રહ્યા છે તેમની પર કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો