મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:સુરતમાં ગરીબોને અપાતા અનાજમાં ગોલમાલ, પરિવારના પાંચ સભ્યોને આટલું જ અપાતું હતું રાશન

ગરીબોના નામે આખા દેશમાં ગોલમાલ ચાલે છે. ત્યારે સુરતમાં સરકારી અનાજ વિક્રેતા દ્વારા ગરીબોને અપાતા અ

ગરીબોના નામે આખા દેશમાં ગોલમાલ ચાલે છે. ત્યારે સુરતમાં સરકારી અનાજ વિક્રેતા દ્વારા ગરીબોને અપાતા અનાજમાં ઘાલમેલની જગ્યાએ કટકી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ઉધના વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોને રાશન ઓછું અપાતું હોવાનું ખુદ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા પર્દાફાશ કરીને ફરિયાદ કરવામાં આવી છે. 

કોર્પોરેટરના માધ્યમથી ફરિયાદ

ઉધના ઝોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાની પોલ ખોલવામાં આવી છે. લાભાર્થીઓને પરિવારના 5 સભ્ય દીઠ ઘઉં અને ચોખા 25 કિલો મળવા જોઈએ. જેને બદલે માત્ર 15 કિલો જ આપવામાં આવે છે. પૂર્વ ભાજપ કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીએ અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને રજૂઆત કરી છે. શૈલેષ ત્રિપાઠીના પત્ની કોર્પોરેટર ઊર્મિલા ત્રિપાઠીના માધ્યમથી ફરિયાદ કરી છે.

પૂરવઠા વિભાગને રજૂઆત    
 
સુરત જિલ્લા કલેકટર અને પૂરવઠા વિભાગને પણ રજૂઆત કરી છે. સરકારી અનાજ લેવા આવતા લાભાર્થીઓ પાસેથી ખુલાસો કરાયો છે. એક નહીં અનેક લાભાર્થીઓએ પોતાને આપવામાં આવતા ઓછા અનાજ વિશે ખુલાસો કર્યો છે. ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની ધમકી આપવામાં આવતી હતી. જેથી જેટલું અનાજ મળે છે. એટલામાં ખુશ રહેવા મજબૂર લાભાર્થી બની રહ્યાં હોવાનું જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો