મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધૂળેટીમાં રંગોત્સવના રંગે રંગાયા રાજનેતાઓ, શિક્ષણમંત્રીએ ઢોલ વગાડી કર્યુ આદિવાસી નૃત્ય

આજે દેશભરમાં ધૂળેટી ઉજવવામાં આવી રહી છે. હોળીના બીજા દિવસે રંગોનો તહેવાર ધૂળેટીન

આજે દેશભરમાં ધૂળેટી ઉજવવામાં આવી રહી છે. હોળીના બીજા દિવસે રંગોનો તહેવાર ધૂળેટીના આ દિવસે બધું ભુલાવીને લોકો દ્વારા એક બીજાને ગળે લગાવી રંગોનો આ તહેવાર મનાવવામાં આવે છે. ત્યારે ગુજરાતનાં મંત્રીઓ દ્વારા પણ હર્ષોઉલ્લાસભેર અનોખી રીતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી. કોઈએ પારંપરિક નૃત્ય કરીને તો કોઈએ ખેડૂત સાથે ખેતરમાં કામ કરીને ઉજવ્યો ધૂળેટીનો તહેવાર.

શિક્ષણમંત્રીએ ઢોલ વગાડી આદિવાસી નૃત્ય કરી ધુળેટીની ઉજવણી

રાજ્યના ત્રિભેટે આવેલ ઐતિહાસિક માનગઢ ધામ ખાતે આસ્થાના રંગો સાથે શિક્ષણ મંત્રીએ કરી ધુળેટીની ઉજવણી. મહિસાગર જિલ્લાના માનગઢ ધામ ખાતે શિક્ષણ મંત્રી ડૉ કુબેર ડિંડોર સવાર ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. આજુ બાજુના વિસ્તારના સ્થાનિક લોકો સાથે માનગઢ હિલ ખાતે મંત્રી ડૉ કુબેર ડીંડોર ભક્તિ સાથે રંગે રંગાયા. 

ઢોલ નગારાના તાલે ઝૂમીને કાર્યકરો તેમજ સ્થાનિક લોકો સાથે  રંગોનો ઉત્સવ ઉજવ્યો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દેશી ઢોલ વગાડી અને પારંપરિક આદિવાસી નૃત્ય કરી ધુળેટીની ઉજવણી કરવામાં હતી. હોળીનો પર્વ આપણને સૌને નવો આનંદ અને ઉત્સાહ આપે સર્વેને હોળી પર્વની શુભેચ્છા પણ શિક્ષણ મંત્રી દ્વારા પાઠવવામાં આવી હતી.

મેઘરાજમાં મંત્રી ભીખુસિંહ પરમારે મનાવી ધૂળેટી

મેઘરજના બાંઠીવાડામાં અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી. અહી હોળીના દિવસ નહીં પરંતુ ધૂળેટીના દિવસે પ્રગટાવાય છે હોળી. 12 મુવાડાના હજારો લોકો દ્વારા એકસાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે. 

રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર પણ રંગોત્સવન આ તહેવારે ઉપસ્થિત  રહ્યા હતા. જિલ્લા ભાજપના પ્રમુખ ભીખાજી ઠાકોર દ્વારા હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લા પંચાયતન પ્રમુખ પ્રિયંકા ડામોરે ઢોલ વગાડી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી

બનાસકાંઠામાં ગેનીબેન દ્વારા ધૂળેટીની અનોખી ઉજવણી  

બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરે પણ અલગ જ અંદાજમાં કરી ધૂળેટીની ઉજવણી. ભાભરના લોક નિકેતનમાં ખેડૂતના ખેતરમાં ઘાસની લણણી કરતા ગેનીબેન જોવા મળ્યા હતા. ખેડૂતની મદદ કરીને ધુળેટીના આ પાવન પર્વની ગેનીબેન ઠાકોરે અનોખી રીતે ઉજવણી કરી હતી. "જય જવાન, જય કિસાન" ના નારા સાથે ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું હતું.

આ સમાચાર શેર કરો