મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : થાનગઢ ટ્રિપલ મર્ડરના 4 આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

Thangadh triple murder : સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રેમ પ્રકરણ મામલે માતા-

Thangadh triple murder : સુરેન્દ્રનગરના થાનગઢમાં પ્રેમ પ્રકરણ મામલે માતા-પિતા અને તેના પુત્રની હત્યા કરવામાં આવી હતી. ટ્રિપલ મર્ડરની આ ઘટનામાં પિતા ઘુઘાભાઈ દાનાભાઈ બજાણીયા અને પુત્ર ભાવેશ ઘુઘાભાઈ બજાણીયાનું પહેલા જ મૃત્યુ થયું હતું, બાદમાં સારવાર દરમિયાન ભાવેશની માતા મંજુબેન ઘુઘાભાઈ બજાણીયાનું પણ મોત થયું હતું. 

થાનગઢ પોલીસે આ ટ્રિપલ મર્ડરના આરોપીઓ દિનેશ સાપડા, જેસા નરસી, દિનેશ સુખાભાઈ અને અન્ય એક એમ કુલ 4 આરોપીઓને ઝડપી પડ્યાં હતા. પોલીસે આજે થાનગઢ હાઈસ્કૂલથી આઝાદ ચોક સુધી આ ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. 

આ સમાચાર શેર કરો