VIDEO: ધ્રાંગધ્રા 'આપ'ના શહેર પ્રમખ સહિત બે લોકો સામે પોલીસ ફરિયાદ, ગાર્બેજ કર્મચારીઓ સાથે થયો હતો વિવાદ
ધ્રાંગધ્રામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે નગરપાલિકાના ડોર
ધ્રાંગધ્રામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે નગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા ગાડીના કર્મચારી સાથેની આપ નેતાની માથાકૂટને લઈને ફરિયાદ દાખલ થઈ છે. વોર્ડ નંબર ૪ માં કચરો લેવા બાબતે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ગુલઝાર વડાણીયા સહિત બે શખ્સોએ ડ્રાઈવર સાથે ઉગ્ર બોલાચાલી અને મારામારી કરી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે.
આ ઘટનાના વિરોધમાં અન્ય ડોર-ટુ ડોર વાહન ચાલકોએ કામગીરી અટકાવી દેતા પોલીસ સ્ટેશન બહાર ડોર-ટુ-ડોર વાહનોના થપ્પા લાગી ગયા છે. પોલીસે આ મામલે ગુલઝાર વડાણીયા અને અન્ય એક વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં બંને આરોપીઓ ફરાર છે અને ધ્રાંગધ્રા સીટી પોલીસે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.




