VIDEO: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં 'D-2' કેટેગરીનો મુદ્દો ભાજપ માટે બનશે મુશ્કેલી?. જાણો શું છે સમગ્ર મામલો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની


સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં 'D-2' કેટેગરીનો મુદ્દો ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. મહાનગરમાં ભળેલા 5 ગામોના 20 હજાર ખેડૂતોમાં 40 ટકા જમીન કપાતના નિર્ણય સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખુદ ભાજપના ખેડૂત નેતા મોહન પટેલે પણ આ મામલે બળાપો ઠાલવ્યો છે. માળોદ, મૂળચંદ અને ખેરાળી જેવા ગામોમાં ખેડૂતોની ગુપ્ત બેઠકોનો દોર શરૂ થયો છે. ખેડૂતોનો આક્રોશ છે કે નોન-ટીપી વિસ્તારોમાં પણ 40 ટકા કપાત લાગુ થવાથી તેમને મોટું નુકસાન જશે, જેની સીધી અસર આગામી મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો પર પડી શકે છે.




