VIDEO: સુરેન્દ્રનગરના લીંબડીમાં આપ પાર્ટીને ફટકો, 20થી વધુ હોદ્દેદારોના રાજીનામા
સુરેન્દ્રનગરના લીંબડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આમ આદમી

સુરેન્દ્રનગરના લીંબડીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. રાજુ કરપડા અને કરશનદાસ ભાદરકાના રાજીનામા બાદ પાર્ટીમાં નારાજગી યથાવત છે. લીંબડીમાં શહેર પ્રમુખ, ઉપપ્રમુખ અને મહિલા મોરચાના પ્રમુખ સહિત 20થી વધુ હોદ્દેદારોએ એકસાથે રાજીનામાં આપ્યા છે.
ઉપરથી મુકાયેલા નેતાઓ દાદાગીરી કરે છે
સ્થાનિક નેતાઓનો આક્ષેપ છે કે ઉપરથી મુકાયેલા નેતાઓ દાદાગીરી કરે છે. આખી ટીમના રાજીનામાથી સુરેન્દ્રનગરમાં આપનું માળખું તૂટી રહ્યું છે, ત્યારે હવે આ ડેમેજ કંટ્રોલ કરવું આપ નેતાઓ માટે મોટો પડકાર બની ગયો છે.




