VIDEO: સુરેન્દ્રનગરના આપ નેતાઓની અટકાયતનો મામલો, ગોપાલ ઈટાલિયાએ પોલીસ અને તંત્ર પર લગાવ્યા ગંભીર આરોપ
રાજ્યમાં સ્થાનિક સ્વારજ્યની ચૂંટણીના પડઘમ વાગી

રાજ્યમાં સ્થાનિક સ્વારજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. વિવિધ પક્ષો પોતાનું એડી ચોટીનું જોર લગાલી રહ્યા છે. ત્યારે આ વચ્ચે સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના આપ નેતાઓની અટકાયત મુદ્દે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પોસ્ટ થી રાજકારણ ગરમાયુ છે, સુરેન્દ્રનગર શહેરના આપના ચાર ઉમેદવાર સામે ગુનો દાખલ કરી 24 કલાક કસ્ટડીમાં રાખવામાં આવ્યા બાદ આક્ષેપો લગાવવામાં આવ્યા છે.
મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા
મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ચૂંટણી માટે જાહેર કરેલા ઉમેદવારોના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હોવાનો ગોપાલ ઈટાલિયાએ ગંભીર આરોપ લગાવ્યો છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.




