VIDEO: સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના આપ પાર્ટી પર ગંભીર આરોપ, 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા ન બનાય
સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાએ આપ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજુ કરપડાએ કહ્

સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાએ આપ પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજુ કરપડાએ કહ્યું આપ પાર્ટીએ કિસાન બચાવો યાત્રાની જરૂર નહીં પણ કાર્યકર્તાઓનો વિશ્વાસ બચાવો યાત્રાની જરૂર છે. ખેડૂત નેતા બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ રાજુ કપરાડાએ પ્રવીણ રામની કિસાન બચાવો યાત્રાની શરૂઆત પહેલા જ ગંભીર આરોપ લગાવ્યા હતા.
5 મહિનાના અભ્યાસ માત્રથી ખેડૂત નેતા ન બનાય
5 મહિનાના અભ્યાસ માત્રથી ખેડૂત નેતા ન બનાય તે માટે વર્ષો સુધી અભ્યાસ કરવો પડે, આમ રાજુ કરપડાના રાજીનામા બાદ તેઓ ખુલ્લેઆમ જાહેરમાં જ આપ પાર્ટી અને આપ નેતાઓ પર સતત નિવેદનો અને આરોપ લગાવી રહ્યા છે.




