મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના ચોટીલામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો, કોંગ્રેસમાં 50થી વધુ કાર્યકર્તાઓના સામૂહિક રાજીનામા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાંથી ખાસ

ગુજરાતમાં  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસમાં મોટું ભંગાણ પડતા 50થી વધુ કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપી દીધા છે.આનંદપુર અને દેવપરા સહિતના વિસ્તારોના વર્ષો જૂના કાર્યકરો હવે કોંગ્રેસનો સાથ છોડી 'આપ'માં જોડાયા છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ પોતાના ગઢને સાચવવામાં નિષ્ફળ રહી હોય તેમ જણાય છે.  

આ સમાચાર શેર કરો