VIDEO: સુરેન્દ્રનગરમાં 'આપ' કિસાન સેલના ચેરમેનનું રાજીનામું, રાજુ કરપડાનો ઉલ્લેખ કરી આપ્યું આ કારણ
સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડયું છે. કિસાન સેલ ચેરમેન કિશોરસિંહ રાણાએ રાજીનામુ
સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડયું છે. કિસાન સેલ ચેરમેન કિશોરસિંહ રાણાએ રાજીનામું આપ્યું છે. રાજુ કરપડાના રાજીનામાના પગલે પાર્ટી કાર્ય ધીમું પડ્યું હોવાનું જણાવી તેમજ સ્થાનિક નેતાઓ ડેમેજ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યા હોવાથી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લામાં તૂટી રહી હોવાની વાત સામે આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને વધુ એક નેતાનું રાજીનામું પડતાં રાજકીય ગરમાવો વધ્યો છે.




