મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં આવ્યો પલ્ટો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં આજે વહેલી સવારથી જ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં ઓચિંતાનો પલટો જોવા મળ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદી છાંટાને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે.

 કમોસમી વરસાદની આ સ્થિતિને પગલે ખેડૂતોમાં પાકને લઈને ચિંતા

માર્ગો પર હળવો વરસાદ પડતા વાતાવરણ આહલાદક બન્યું હતું. જોકે, કમોસમી વરસાદની આ સ્થિતિને પગલે ખેડૂતોમાં પાકને લઈને ચિંતાની લાગણી પણ જોવા મળી રહી છે. હાલ સાયલામાં વરસાદી માહોલ યથાવત છે.

આ સમાચાર શેર કરો