મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણ પલટાયું; કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ચિંતા, જામનગરમાં કરા પડ્યા

હવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અચાનક વાતા

હવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે અને અનેક વિસ્તારોમાં પવન સાથે છૂટાછવાયા વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા આ વરસાદી માહોલને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જ્યારે જામનગર જિલ્લામાં વરસાદ સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 

કચ્છમાં કમોસમી વરસાદ 

 આ સાથે કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભુજના ખાવડા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે, જ્યારે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ખેતી અંગે ચિંતા વધી છે.

આ સમાચાર શેર કરો