મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગર અને દેવભુમિ દ્વારકાના પ્રતિબંધિત ટાપુઓ પર પોલીસનું મેગા ઓપરેશન

રાજકોટ, જામનગર અને દેવભુમિ દ્વારકાના ટાપુઓમાં પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાના ૪૨

રાજકોટ, જામનગર અને દેવભુમિ દ્વારકાના ટાપુઓમાં પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાના ૪૨ ટાપુઓમાં પોલીસે મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. જેમાં અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઇને આ તપાસ હાથ ધરવામાં આવી હતી.

નિર્જન ટાપુઓમાં પ્રવેશ પર વહિવટી તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે. થોડા દિવસો પહેલા પીરોટન ટાપુ સહિત ૭ ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું. એસઓજી, ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમને મોકલી તપાસ કરાઈ હતી. તેમજ ડ્રોન મારફતે પણ ટાપુઓ પર ચેકિંગ હાથ ધરાયું હતું. 42 જેટલા ટાપુઓ પર ચેકિંગ કરવામાં આવ્યું છે આ સાથે આગામી સમયમાં પણ ડ્રોન મારફતે ચેકિંગ હાથ ધરાશે.

આ પણ વાંચો : ભાજપ ધારાસભ્ય જયેશ રાદડિયાની ચીમકી? કહ્યું,'નગરપાલિકાની ટિકિટ જોઈતી હોય તો સરખા બોલ નાખો'

ડ્રગ્સ, નાર્કોટિક્સને લઈ ઘટનાઓ ન બને તે માટે પોલીસનું ખાસ ચેકિંગ છે. કેટલાક ટાપુઓ પર પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે. ઘણા વિસ્તારો પાકિસ્તાનથી ખૂબ નજીક હોય દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વના ટાપુ છે. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફુલે ફાલે નહીં તે માટે પોલીસ ખૂબ સક્રિય છે. જે જે મુદ્દા આંતરિક સુરક્ષા માટે જરૂરી હશે તે તમામ મુદ્દા પર પોલીસ કામગીરી કરશે.

આ સમાચાર શેર કરો