મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'અમે ભવિષ્યના શિક્ષક પોલીસ અમને ઢસડીને લઇ ગઇ', TET-TAT ઉમેદવારોની પોલીસે કરી અટકાયત

ગાંધીનગરમાં ફરી એક વખત વિદ્યાર્થીઓના આંદોલનના એંધાણ જોવા મળી રહ્યાં છે. સત્યાગ્રહ છાવણીમાં TET-TAT પાસ ઉમેદવારો લડી લેવાન

ગાંધીનગરમાં ફરી એક વખત વિદ્યાર્થીઓના આંદોલનના એંધાણ જોવા મળી રહ્યાં છે. સત્યાગ્રહ છાવણીમાં TET-TAT પાસ ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે. આજે આ ઉમેદવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ પડતર માંગણીઓને લઇને પહોંચ્યાં હતા. વિદ્યાર્થીઓ આંદોલન કરે તે પહેલા જ પોલીસ દ્વારા TET-TAT ઉમેદવારોની ઢસડી ઢસડીને અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓના આંદોલનને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

'અમે ભવિષ્યના શિક્ષક પોલીસ અમને ઢસડીને લઇ ગઇ'

TET-TATના ઉમેદવારોએ રોષ સાથે કહ્યું કે, "અમને કહી દો તો અમે અહીં નહીં આવીયે, અમે ભવિષ્યના શિક્ષક છીએ અમને અહીં રસ્તા પર ઢસેડવામાં આવે છે. સરકારને કહું છું કે તમે ભરતી કરો" આ સાથે જ ઉમેદવારોએ ફેકુ છે ભાઇ ફેકુ છે, શિક્ષણમંત્રી ફેકુ છે જેવા નારા લગાવ્યા હતા.'

ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના મૂડમાં

છેલ્લા બે વર્ષથી ગોકળગતિએ ચાલી રહેલીએ ભરતી પ્રક્રિયાને ઝડપથી પુરૂ કરી કરવા રજૂઆત કરવામાં આવશે. ધીમી ગતિએ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાને લીધે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વખતે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને સરકાર સામે લડી લેવા માટે પુરજોશમાં તૈયારીઓ કરી લીધી છે. 

શું છે ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માંગ?

  • શિક્ષણ સહાયક (9થી12)નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.
  • ધોરણ 1થી8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લીસ્ટ જાહેર કરો.
  • અંદાજિત 5700 જૂના શિક્ષકો અને 1200 આચાર્યની બદલી કેમ્પના અંતે ખાલી પડતી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારારૂપે સામેલ કરવામાં આવે.
  • ગત વર્ષ મંજૂર થયેલ 2750 વિદ્યા સહાયકને ચાલુ ભરતીમાં જગ્યા વધારારૂપે સામેલ કરવામાં આવે.
  • ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબક્કાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂકપત્રો એનાયત કરવામાં આવે.
  • RTI મુજબ ધોરણ 1થી 5માં 31-5-25ની સ્થિતિએ ખાલી જગ્યા અને નિવૃત થનાર શિક્ષક કુલ મળીને આશરે 21354 જગ્યા સામે માત્ર 5000ની ભરતી કેમ?

આ સમાચાર શેર કરો