મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના સદર બજારમાં મુસ્લિમ અગ્રણીના ઘર પર પથ્થરમારો, તંગદિલી છવાતા પોલીસ કાફલો તૈનાત

રાજકોટ શહેરના સદર બજારમાં તંગદિલીનો માહોલ છવાયો હતો. મુસ્લિમ અગ્રણી હબીબ કટારીયાના ઘર પર

રાજકોટ શહેરના સદર બજારમાં તંગદિલીનો માહોલ છવાયો હતો. મુસ્લિમ અગ્રણી હબીબ કટારીયાના ઘર પર હુમલો કરવામાં આવ્યા હતો. હબીબ કટારીયાના ઘર પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો.  મળતા અહેવાલ પ્રમાણે  રાજા પઠાણ સહિતના 5 જેટલા શખ્સો દ્વારા કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. સમગ્ર સદર બજાર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.

S.P., P.I. સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચ્યા

S.P., P.I. સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આ હુમલામાં બે મહિલાઓ પણ ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બાલાજી એપાર્ટમેન્ટનો મુખ્ય ગેઇટ તોડીને પણ પથ્થર મારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

 હિન્દુઓને ડરાવીને તમામના ફ્લેટ ખાલી કરાયાનો ગંભીર આરોપ

પ્રાથમિક માહિતી અનુસાર બાલાજી એપાર્ટમેન્ટમાં હિન્દુઓને ડરાવીને તમામના ફ્લેટ ખાલી કરાયાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ઝીંણવટપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો