VIDEO: ગોધરામાં ગણેશ વિસર્જન રૂટ પર પોલીસે કર્યું ફ્લેગ માર્ચ, ત્રણ હજાર જવાનો રહેશે તૈનાત
સુરત અને ભરૂચમાં બનેલી જૂથ અથડામણની ઘટનાને લઈને પંચમહાલ પોલીસ સતર્ક બની.ગોધરામાં 12મીએ થનારા ગ
સુરત અને ભરૂચમાં બનેલી જૂથ અથડામણની ઘટનાને લઈને પંચમહાલ પોલીસ સતર્ક બની.ગોધરામાં 12મીએ થનારા ગણેશ વિસર્જનને લઈને શહેર આખું પોલીસ છાવણીમાં ફેરવાયું. ગણેશ વિસર્જનને લઈને વિસર્જન રૂટ પર પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી.
3 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે
વિસર્જનને લઈને નીકળનાર શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો જોડાનાર છે.જેથી પોલીસતંત્ર અને નગર પાલિકા દ્વારા ગણપતિ વિસર્જનને લઈને રામસાગર તળાવ પાસે તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. ગણપતિ વિસર્જન યાત્રા ને લઈને પોલીસતંત્ર દ્વારા સુરક્ષા કવચ પૂરું પાડવા માટે 3 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.
વીડિયોગ્રાફરની ટીમ અને બાયનોક્યુલર સાથે ધાબા પર
વીડિયોગ્રાફરની ટીમ, બાયનોક્યુલર સાથે ધાબા પર સજ્જ રહેશે. પોલીસ જવાનો અતિ સંવેદનશીલ વિસ્તારોમાં શોભાયાત્રા પર ચાંપતી નજર રાખી કાયદો અને વ્યવસ્થા જાળવશે.જે માટે તંત્ર ધ્વારા સુચારુ આયોજન કરવામાં આવી રહ્યું છે.






